હુમલો:ગલીયાણામાં ખોટી વાત કરવાના વહેમમાં કાકા-ભત્રીજા પર હુમલો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધ્યો

તારાપુર તાલુકાના ગલીયાણામાં ખોટી વાત કરવાના વહેમમાં ચાર જણાંએ કાકા-ભત્રીજાને માર મારતાં સમગ્ર મામલો તારાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

ગલીયાણા ગામની રાજપુત શેરીમાં 55 વર્ષીય ભરતસિંહ જીવાભાઈ સીણોલ રહે છે. ગત ચોથી ઓક્ટોબરના રોજ તેઓ ગામમાં રહેતા મહેન્દ્રસિંહની દુકાને મસાલો ખાવા ગયા હતા. દરમિયાન, થોડા સમય બાદ તેમનો ભત્રીજા બટુકસિંહ ઉર્ફે મદારસિંહ ભાવુભા સીણોલ બીડી લેવા આવ્યો હતો. બંને દુકાને હાજર હતા ત્યારે ગામમાં રહેતા કાનુ ભગવતસિંહ સીણોલે ત્યાં આવી પહોંચ્યા હતો અને તેણે બટુકસિંહને તમારો દિકરો પ્રદ્યુમન મારા દિકરા પપ્પુની વાતો કરે છે. અને ખોટી રીતે બદનામ કરે છે. બંને વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.

ઉશ્કેરાયેલા કાનુએ બટુકની ફેંટ પકડી લાકડી મારવા લાગ્યો હતો. ઝઘડામાં ત્યાં હાજર યુવકના કાકા ભરતસિંહ વચ્ચે પડ્યા હતા. કાનુનુ ઉપરાણું લઈ તેમનો દીકરો પૃથ્વીરાજ ઉર્ફે પપ્પુ ધારીયું લઈને જ્યારે સંદીપ સીણોલ, વનરાજસિંહ લાકડી લઈને આવ્યા હતા અને તેમણે તેમને માર માર્યો હતો. આ મામલે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...