ખનીજ માફિયાઓનો આતંક:ઉમરેઠના પ્રતાપપુરામાં સરપંચ પરિવાર ઉપર હુમલો ,ગામ લોકો ભેગા થતા હુમલાખોર પીઠ બતાવી ભાગ્યા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કોતરમાંથી માટી ચોરી કરતાં હોવાથી મહિલા સરપંચ અને પુત્રએ સ્થળ પર પહોંચી અટકાવતાં મારમાર્યો

ઉમરેઠના પ્રતાપપુરામાં મહિલા સરપંચ અને તેમનો પુત્રએ ગામના કોતરમાંથી માટી ચોરતા કેટલાક શખસને રોક્યાં હતાં. જેના કારણે મામલો ગરમ થઇ જતાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ અંગે ખંભોળજ પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠના પ્રતાપપુરા ગામના સરપંચ સવિતાબહેન સબળસિંહ ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી સરપંચ તરીકે નિયુક્ત છે. 3જી ઓક્ટોબરની સાંજે પંચાયતના પટ્ટાવાળા મનુભાઈ રાવળે માહિતી આપી હતી કે, પંચાયતની સર્વે નં.114 વાળી જમીનમાંથી ગામના કેટલાક માણસો રેતી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આથી, સવિતાબહેન તેના પતિ સબળસિંહ અને પુત્ર શૈલેષભાઈ સાથે સ્થળ પર ગયાં હતાં.આ દરમ્યાન થોડી વારમાં એવું જાણવા મળ્યું હતું કે, સબળસિંહને મહાદેવ મંદિર નજીક કોઠીવાળા કોતરમાં કેટલાક માણસો સાથે ઝઘડો થયો હતો.આ સાંભળી સરપંચ સવિતાબહેન ત્યાં જતાં ગામના કેટલાક શખસ તેઓના પતિ ઉપર લાકડીથી હુમલો કરવા ફરી વળ્યાં હતાં. જોકે, પુત્ર સહિત અન્ય વ્યક્તિઓ વચ્ચે પડતાં હુમલાખોરો મશીન લઇને ભાગી ગયાં હતાં.

આ અંગે સરપંચ સવિતાબહેન ચૌહાણે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં કાળાભાઈ રમતુભાઈ ચૌહાણ, જયેશકુમાર સામંતસિંહ ચૌહાણ, વિજયસિંહ કાળુભાઈ ચૌહાણ, કનુભાઈ પ્રભાતસિંહ ચૌહાણ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...