તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથાકુટ:વિદ્યાનગરમાં હોળી પર્વની ઉજવણી કરવા બાબતે હુમલો, તોફાનીઓએ જાતિવાચક શબ્દો ઉચ્ચારી વાહનોની તોડફોડ કરી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 આરોપીઓ વિરૂદ્ધ રાયોટીંગ ધારા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો

આણંદના વલ્લભવિદ્યાનગરમાં હરીઓમનગર ઝુપડપટ્ટીમાં શાલીની એપાર્ટમેન્ટનાં ખાંચામાં રહેતા હરીશ છગનભાઇ પરમાર(મોચી) હોળીના દિવસે પોતાનાં ભાઈ ધીરજ તથા પીતરાઈ ભાઈ દિપક અને રણજીત સાલીની એપાર્ટમેન્ટ ચોકડી પાસે હોળીની તૈયારી કરતા હતા ત્યારે સંદીપ મેકવાન સહીત 15 જણાએ આવી તમારે અહીયાં હોળી કરવાની નથી અને હોળી કરશો તો જીવતા સળગાવી દઈશું તેમ જણાવી ગાળો બોલ્યા અને ધમકીઓ આપી હતી.

આ સમયે હરીઓમનગરનાં લોકો એકત્ર થઈ જતા સંદીપ મેકવાન સહીતનાં લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ધાર્મિક તહેવાર હોવાથી અને તેમાં લોકો આસ્થા જોડાયેલા હોવાથી તેમની ધાક ધમકીને નજર અંદાજ કરી મોડી સાંજે સાડા સાત વાગ્યે હોળી પ્રગટાવવામાં આવી હતી. હરીઓમનગરનાં રહીશોએ અને યુવાનોએ હોળીનાં દર્શન પૂજન કર્યા અને તહેવારને શ્રધ્ધા અને ઉમળકાથી વધાવ્યો તેમજ ઉજવ્યો હતો.

હોળી ઉત્સવના દિવસે રાત્રીનાં બાર વાગ્યાનાં આસપાસ હરીશ પોતાનાં ધરે સુઈ રહ્યા હતા ત્યારે ઘરની બહાર બુમાબુમ થતા હરીશ ઘરની બહાર નિકળ્યા હતા ત્યારે સંદિપ મેકવાન, કિશન ઠાકોર સહીત 15 જણા તલવાર,ધારીયા અને લાકડાનાં દંડા લઈ આવીને ફરિયાદીની જ્ઞાતી વિશે અપશબ્દો ઉચ્ચારી તમને ના પાડી હતી છતાં કેમ હોળી પ્રગટાવી હતી તેમ કહી નજીકમાં મુકેલી હરીશની મોટર સાયકલ તેમજ આસપાસમાં રહેતા લોકોની મોટર સાયકલો અને રીક્ષાઓની તોડફોડ કરી ભારે નુકશાન કર્યું હતું. વળી આજે તો વાહનોની તોડફોડ કરી છે અને હવે ફરીવાર જો અમારૂ નહી માનો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.

આ સમયે હરીશનો પિતરાઈ ભાઈ આવતા તેને દંડા વડે માર મારી ઈજાઓ કરી હતી તેમજ જાતી વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેથી આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે હરીશ છગનભાઈ પરમારની ફરીયાદનાં આધારે સંદીપ મેકવાન, જસ્ટીન મેકવાન, અશોક ઠાકોર, કિશન ઠાકોર, વિક્કી માછી, લેમન વસાવા, ભોલો માછી, પવન દરબાર, સાગર માછી, સોનું માછી, કૃણાલ નાવડી, અજય માછી, જયેશ વસાવા, નિકુલ દરબાર સહીત 15 આરોપીઓ વિરૂદ્ધ રાયોટીંગ ધારા અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો