કાર્યવાહી:ઝઘડા બાબતે ઠપકો આપતાં પિતા અને પુત્ર ઉપર હુમલો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત પોલીસે 3 શખસ સામે ગુનો નોંધ્યો

ખંભાત શહેરના મોચીવાડમાં શનિવારે સાંજે દીકરા સાથે ઝઘડો કરનારા યુવાનને ઠપકો આપવા દીકરો અને તેના પિતા ગયા હતા. એ સમયે ઉશ્કેરાયેલા ત્રણ શખસોએ પિતા-પુત્રને માર માર્યો હતો.

ખંભાત શહેરના મોચીવાડમાં મહેન્દ્રભાઈ સોમાભાઈ પ્રજાપતિ રહે છે. તેમનો દીકરો પ્રથમ ઘર આગળ ઉભો હતો. ત્યારે પાડોશમાં રહેતો આકાશ તુળસીદાસ પ્રજાપતિ તેમના ઘર આગળથી નિકળ્યો અને પ્રથમને તારી બહેનની છેડતી કરૂ તો તું શું કરી લઈશ તેમ કહી ગમે તેમ અપશબ્દ બોલતો હતો. એટલે મહેન્દ્રભાઈએ તેને ઠપકો આપ્યો હતો. એટલે આકાશ ઘરે ચાલ્યો ગયો હતો.

બાદમાં મહેન્દ્રભાઈ અને તેમનો દીકરો પ્રથમ આકાશને સમજાવવા તેને ઘરે ગયા ત્યારે તેણે ઉશ્કેરાઈ જઈ અપશબ્દ બોલી ઝઘડો શરૂ કર્યો હતો. તેનું ઉપરાણું લઈ તેનો ભાઈ ભાવિક અને સંજયે પિતા-પુત્રને માર માર્યો હતો. આ મામલે ખંભાત પોલીસે આકાશ, ભાવિક અને સંજય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...