તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:તારાપુરમાં બબાલના બે દિવસ બાદ શનિવારે શાંતિનો માહોલ

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડવાનો તખ્તો તૈયાર

આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુર નગરની નાની ચોકડી ખાતે પાર્કિંગ બાબતે રબારીઓ અને વ્હોરા શખ્સો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર અને કોમી સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી સતત બે દિવસથી તારાપુર નગરજનોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. જો કે, ત્રીજા દિવસે તારાપુરમાં સવારથી જ શાંતિનો માહોલ છવાયેલો રહેવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે.તારાપુર નગરની નાની ચોકડી ખાતે ગત ગુરૂવારના રોજ બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ બાબતે રબારીઓ અને વ્હોરા શખ્સો વચ્ચે ઝઘડો થયો હતો. બીજા દિવસે શુક્રવારે પણ બન્ને કોમના શખ્સો વચ્ચે ફરી ઝઘડો થયો હતો.

જેને લઇને નગરજનોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. બન્ને તરફના તોફાનીઓ ધ્વારા જાણે કે નગરને બાનમાં લીધુ હોય તેવી દહેશત ફેલાતાં તારાપુર પોલીસ ઉપરાંત જિલ્લામાંથી અન્ય પોલીસ કાફલો બોલાવીને બંદોબસ્ત સાથે સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે બાબતે નિલેશ પટેલની ફરીયાદના આધારે અક્રમભાઈ વહોરા સહીત ટોળા સામે ફરીયાદ નોંધી હતી. સામે પક્ષે જાવેદભાઈ વહોરાની ફરીયાદ લીધી હતી.ત્યારબાદ પોલીસે કોમી છમકલામાં સંડોવાયોલા આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કર્યા હતા. જુદી જુદી ટીમો બનાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો