આણંદ - ખેડા સહિત સમગ્ર પંથકમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયા છતાં 10 થી 12 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. બીજી તરફ હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની કોઈ શક્યતાઓ નથી તેમ હવામાન વિભાગના સુત્રો દ્વારા જણાવાયું હતું. આમ વરસાદ ખેંચાવાને કારણે જિલ્લા સહિત સમગ્ર પંથકનું મહત્તમ તાપમાન પણ છેલ્લા ત્રણ દિવસથી 3 ડિગ્રી ઉપર પહોંચી જવા પામ્યું હતું.આમ ગરમી વધવાથી પંથકવાસીઓ હેરાન થઈ રહ્યાં છે. ઉઘાડ નીકળતાં ડાંગર સહિતના પાકને સૂર્ય પ્રકાશના અભાવે ખીલી શકતો ન હતો.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ સહિત સમગ્ર પંથકમાં અગામી 18મી ઓગસ્ટના આસપાસ બંગાળની ખાડીમાં અપર અેર સરક્યુલેશન સક્રિય થવાની શક્યતા છે. જે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. જેને લઈને અગામી 18 થી 24 સુધી ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે આણંદ શહેર સહિત જિલ્લામાં મહત્ત તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોધાયું હતું. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણનું 81 ટકા અને પવનની ગતિ 5.5 કિ.મી પ્રતિ કલાક નોધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.