ભાસ્કર વિશેષ:પાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય અપાશે, ખેડૂતોને 50 ટકા લાભ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય

ખેડૂતોનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે રાજ્ય સરકારના ખેડૂતના ખેતી પાકના રક્ષણ માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવાસોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે.કૃષિમંત્રીએ નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER(એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે.

આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.10મીસપ્ટેમ્બરથી એક માસ સુધી ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે. વન્ય/રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...