સહાય:બોરસદમાં વરસાદમાં મૃત્યુ પામેલા 14 પશુઓના માલિકોને સહાય ચૂકવાઇ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 ઇંચ વરસાદ ખાબકતાં ભાદરણીયા અને સીસ્વામાં 14 પશુના મૃત્યુ થયા હતા

તાજેતરમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ચાર કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોરસદ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યવસ્ત થવાની સાથે પશુઓના જીવને પણ જોખમ ઉભું થતાં પશુઓના મૃત્યુ થવા પામ્યા હતા.

બોરસદ શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ગામડાંઓમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા યુધ્ધને ધોરણે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ નુકસાન અંગેની સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરીને અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય બનતી ત્વરાએ ચૂકવવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેના ભાગરૂપે તાજેતરમાં બોરસદ તાલુકાના ભાદરણીયા અને સીસ્વા ગામમાં મૃત્યુ પામેલ પશુઓ પૈકી એક ભેંસ, એક ગાય અને 12 ગદર્ભ મળી કુલ 14 પશુ મૃત્યુના કિસ્સામાં રૂા. 2,52,000/-ની સહાયની ચૂકવણી કરી દેવામાં આવી હોવાનું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાણવા મળેલ છે.

બોરસદના સીસ્વા, ભાદરણીયા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદમાં 4 ભેંસો, 6 ગાયો, 56 ગધેડા સહિત 90થી વધુ પશુઅો તણાઈ ગયા હતા. હાલમાં પશુ પાલન વિભાગ દ્વારા સર્વે કરીને દુધાળા પશુ સહિત અન્ય કામો થકી રોજીરોટી આપતાં પશુઅોની નોંધણી કરી સહાય ચૂકવવામાં આવશે તેમ પશુપાલન અધિકારીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...