મદદ:વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા મકાનોના સર્વે કરી સહાય ચુકવાઈ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા આણંદ તાલુકામાં 3 જેટલી ટીમો તૈનાત કરાઇ

વાવાઝોડાના પગલે આણંદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાહતની કામગીરી હાથધરવા આદેશ કરાયા હતા. ત્યારે મકાનની નુકસાની સહાય ધારાધોરણ મુજબ ચુકવવા માટે નુકશાની સર્વેસક્ષણ હાથધરવા માટે વહીવટી તંત્ર દ્વારા આણંદ તાલુકામાં 3 ટીમો તૈનાત કરાઇ હતી.ટીમોએ સર્વે મુજબ રીપોર્ટ તૈયાર કરવામાં આવતાં કુલ 10 જેટલા અસરગ્રસ્ત થયેલા મકાનોના માલિકોને રૂ 1 લાખ 77 હજાર ઉપરાંતની સહાયની ચુકવણી કરવામાં આવી છે.

વાવાઝોડાથી અસરગ્રસ્ત આણંદ જીલ્લામાં યુધ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરવાના વહીવટી તંત્રે આદેશ કરાયા હતા. જેમાં આણંદ તાલુકામાં જુદાજુદા ગામડાઓમાં કાચા પાકા મકાનો સહિત ઝુંપડાઓને નુકશાન થયું હતુ.આથી વહીવટ તંત્રની સચના હેઠળ આણંદ તાલુકા વિકાસ અધિકારી ધ્વારા 3 ટીમો બનાવાઈ હતી.જો કે ટીમોએ ગામડાઓમાં જોઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં 10 જેટલા મકાનને વધુ અસરગ્રસ્ત થતાં રૂ 1 લાખ 77 હજાર ઉપરાંતની સહાયની ચુકવણી કરવામાં આવી છે. હજુ પણ સર્વે કરી વાવાઝોડાના પગલે સંપૂર્ણ નાશ થયેલા મકાન માલિકોને વધુ સહાય આપવામાં આવશે તેમ આણંદ તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...