માગણી:BLOની કામગીરી શિક્ષકો સાથે અન્ય કર્મીઓને સમાન ભાગે સોંપો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રા. શિક્ષક સંધ દ્વારા કલેકટરને રજૂઆત

તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં બુથ લેવલ ઓફિસર(બીએલઓ) તરીકે 1 હજાર ઉપરાંત કર્મચારીઓમાં મોટાભાગના શાળાના શિક્ષકો હતા. ચૂંટણી અગાઉથી શરુ થતી બીએલઓની કામગીરી ચૂંટણી બાદના દિવસોમાં પૂર્ણ થવા સામે મહેનતાણાની રકમમાં વધઘટ હોવાની ફરિયાદો થવા પામી હતી.

આજે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, મહામંત્રી પ્રવિણસિંહ રાજ તથા આણંદ તાલુકા પ્રમુખ દેવેન્દ્રભાઇ પટેલ, મહામંત્રી ભાવેશભાઇ જાદવ દ્વારા આણંદ કલેકટરને રુબરુ મળીને બીએલઓની કામગીરી અને બીએલઓના પ્રશ્નો બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયું હતું કે, બીએલઓની કામગીરી અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓમાં સમાન ભાગે વહેંચવા અને શાળાદીઠ એક જ શિક્ષકને આ કામગીરી સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત આણંદ તાલુકાના ચૂંટણી ભથ્થાં બાબતે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષક સંઘની રજૂઆતોને ધ્યાને લઇને ઘટતું કરવા અને અન્ય કેડરોમાંથી પણ બીએલઓની નિમણૂંક અંગે કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...