બે પરિવાર વચ્ચે માથાકૂટ:ભાલેજમાં મિલકતના ભાગ માટે હુમલો, હુમલાખોર ભાઈના પરિવારના પાંચ સભ્ય સામે ગુનો નોંધાયો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે મિલકતના ભાગ માટે બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈના પરિવારના પાંચ સભ્યએ બીજા ભાઈ પર ધારીયા, લાકડાંથી હુમલો કર્યો હતો. આ અંગે ભાલેજ પોલીસે પાંચેય સામે ગુનો નોંધ્યો હતો. ભાલેજના ચેલાવ સીમ વિસ્તારમાં રહેતા બે ભાઇ ઐયુબ મહેબુબ પઠાણ અને ફિરોજ મહેબુબ પઠાણ વચ્ચે વડીલો પાર્જીત જમીનની વહેંચણી બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાને લઇ રવિવારના રોજ મોડી સાંજે ફિરોજ પઠાણના પરિવારજનોએ લાકડી, ધારિયાથી સજજ થઇ ઐયુબ પઠાણ પર હુમલો કર્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
આ હુમલા સંદર્ભે ફરીદે વચ્ચે પડી ઝઘડો ન કરવા સમજાવ્યાં હતાં. પરંતુ ફિરોજ માન્યો નહતો અને ફરીદને માથામાં પાઇપની ઝાપટ મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઝઘડામાં વચ્ચે પડેલા અયાજને પણ ધારીયું મારી દીધું હતું. આ ઝઘડામાં બુમાબુમથી ફિરોજના અન્ય પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં અને અયાજને મારમારી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ભાલેજ પોલીસે ઐયુબ પઠાણની ફરિયાદ આધારે ફિરોજ મહેબુબ પઠાણ, મોઇન ફિરોજ પઠાણ, સાયરાબાનુ પઠાણ, ઇરફાન પઠાણ અને પરવેઝ પઠાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...