અષ્ટોવિંધ કાર્યક્રમ:આણંદના શ્રી રામાનંદી વૈષ્ણવ સમાજ દ્રારા લાંભવેલ ખાતે સ્નેહમિલન સમારોહ સાથે અષ્ટોવિંધ કાર્યક્રમ યોજાયો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

સમાજથી અને સમાજ વડે વ્યક્તિ ઉજળો છે. શ્રી રામાનંદી વૈષ્ણવ સમાજ આણંદ દ્રારા તાજેતરમાં અષ્ટોવિંધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કાર્યક્રમો અને વયોશ્રેષ્ઠ લોકોનું સન્માન પણ યોજાયું હતું. આ સાથે સાથે સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉમદા ગૌરવ વધારનાર યુવાનોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સહિત ખેડા અને આણંદ જિલ્લામાંથી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જીવનસાથી પસંદગી સંમેલન સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો

શ્રી રામાનંદી વૈષ્ણવ સમાજ આણંદ દ્રારા આણંદ તાલુકાના લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે અષ્ટોવિંધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરતના બિઝનેસમેન હર્ષદભાઈ લશ્કરીની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈનામ વિતરણ, વડીલ સન્માન સમારોહ, વયોશ્રેષ્ઠ સન્માન સમારોહ, નિવૃત્તિ સન્માન, સિલાઈ મશીન વિતરણ, સમાજનું વિવિધ ક્ષેત્રોમાં ગૌરવ વધારનાર ભાઈ-બહેનોનું સન્માન, જીવનસાથી પસંદગી સંમેલન સાથે સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં પ્રાર્થના કરી મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મૂકાયો

આ સમારોહને શ્રી દંડી આનંદ આશ્રમ ડાકોરના પૂ. વિજયદાસજી મહંતે મંગલદીપ પ્રગટાવી આર્શીવચન સાથે ખુલ્લો મૂક્યો હતો. આ પહેલા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આર્શીવાદ આપતાં વિજયદાસજી મહંતે જણાવ્યું હતું કે સમાજને યુવાનોએ નવી દિશા તરફ લઈ જવાનો છે. અને સમાજને વડીલોના માર્ગદર્શન હેઠળ આગળ ધપાવવો જોઈએ. આ પ્રસંગે ગોરજ વાઘોડિયા કેન્સર સર્જન ડો. રાજેશ રામાનુજ, MD ગાયનેક હાલોલના ડો. હસમુખ સાધુ, રામાનંદી સમાજ વડોદરાના પ્રમુખ ઉદયકુમાર ટીલાવત, વડોદરા કોર્પોરેટર રીટાબેન આચાર્ય, દાહોદના સંજય વૈષ્ણવ, અમદાવાદ વૈષ્ણવ રામાનંદી સમાજના પ્રમુખ કંદપભાઈ વૈષ્ણવ, વડોદરાના નટુભાઈ આચાર્ય, નિવૃત્ત PSI હસમુખ નિમાવત હાજર રહ્યા હતા.

29 તબીબોનું સન્માન કરવામાં આવ્યું

સાથે જેતપુર રામાનંદી સમાજના પૂર્વ પ્રમુખ જગદીશ નીરંજની, ભોજન દાતા બાલમુકુંદ વૈષ્ણવ (ડેમોલ), ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી રોહિત સાધુ, રામાનંદી વૈષ્ણવ સમાજ વડોદરાના મંત્રી ઘનશ્યામ સાધુ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી 23 ડોક્ટર્સ, વયોશ્રેષ્ઠ સન્માન, સમાજના ગૌરવંતા યુવાધનનું સન્માન કર્યું હતું. ઉપરાંત સમાજની જરૂરિયાતમંદ ત્રણ મહિલાઓને પગભર કરવા સિલાઈ મશીન પણ આપવામાં આવ્યું હતું.

આણંદ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા

આ અષ્ટોવિંધ કાર્યક્રમને સફળ બનાવવા માટે આણંદ સમાજના પ્રમુખ ગીરીશભાઇ વૈષ્ણવ, માર્ગદર્શક વિનોદભાઈ મહંત (બાકરોલવાળા), ચંદ્રકાન્ત અગ્રવાત (વિદ્યાનગર), ઉપપ્રમુખ નટુભાઈ વૈષ્ણવ (આણંદ), ઉપપ્રમુખ પિનાકીનભાઈ આચાર્ય (ડાકોર), મહામંત્રી શૈલેષભાઈ સાધુ (આણંદ), ડો. આર. આર. આચાર્ય, ભગવતભાઈ સાધુ (ખંભાત), નરહરીભાઈ મહંત (જીટોડીયા), પરેશભાઈ દવે, જિજ્ઞેશ દિવાકર, ગંગેશ્વર વૈષ્ણવ, બજરંગદાસ મહંત તેમજ યુવાનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...