ભથ્થું ચૂકવવામાં ઠાગાઠૈયા:કોરોના કાળના ભથ્થાંથી વંચિત આશાવર્કર બહેનોએ CDHOના પૂતળાને ચપ્પલ માર્યા

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા પંચાયતમાં કાર્યરત આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે કામગીરી કરી હોવા છતાં તેમને 11માસનું ભથ્થું ચુકવવામાં આવ્યું નથી. જિલ્લા પંચાયત દ્વારા ગ્રાન્ટ ચુકવી દેવામાં આવી હોવા છતાં સીડીએચઓ અને ટીએચઓ દ્વારા ભથ્થાની રકમ ચુકવવામાં ઠાગઠૈયા કરવામાં આવી રહી છે તેમજ ફેસીલેટર બહેનોને માત્ર 17 રૂપિયા ભથ્થું ચુકવવામાં આવ્યું છે. આ અંગે આરોગ્ય વિભાગ સહિત ડીડીઓને રજૂઆત કરવા છતાં સીડીએચો મનમાની કરીને ભથ્થુ ન ચુકવતા આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ શાસ્ત્રી મેદાનથી રેલી સ્વરૂપે જિલ્લા પંચાયતમાં જઇને સીડીએચઓ ડો. એમ.ટી.છારીના પુતળાને ચંપલ મારો કરીને રોષ વ્યકત કર્યો હતો.

આણંદ જિલ્લા પંચાયતની આ બહેનોએ કોરાના કાળ દરમિયાન ઘેર ઘેર સર્વેની કામગીરી કરી હતી. લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કર્યો હતો. આશાવર્કર બહેનોને દૈનિક રૂા 33.33 ભથ્થું ચુકવામાં આવ્યું નથી. તેમજ ફેસીલેટર બહેનો માત્ર દૈનિક રૂા 17 ભથ્થુ ચુકવ્યું છે.

આ અંગે ડીડીઓને 30મી સપ્ટેમ્બરના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે ડીડીઓએ ગ્રાન્ટ આરોગ્ય વિભાગને ચુકવી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું. તેમ છતાં આજદિન સુધી આશાવર્કર બહેનોને ભથ્થુ ચુકવામાં માટે કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી નથી. જેથી આશાવર્કર બહેનોએ આણંદ શાસ્ત્રી મેદાનથી રેલી કાઢીને જિલ્લા પંચાયત કચેરી જઇને સીડીએચઓના પુતળાને ચંપલ મારીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...