ફરિયાદને ફગાવી:GCMMF વિરૂદ્ધ 3 સંસ્થાએ કરેલી ફરિયાદ ASCIએ ફગાવી

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એએસસીઆઈ :પ્લાન્ટ આધારિત બેવરેજિસ દૂધ નથી

એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડઝ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સમક્ષ ત્રણ સંસ્થાઓએ કરેલી ફરિયાદને એએસસીઆઈએ ફગાવી દીધી છે અને જીસીએમએમએફ દ્વારા રજૂ કરાયેલા જવાબને માન્ય રાખ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ સામે બ્યુટી વિધાઉટ ક્રૂઅલ્ટી, પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ફોર એનિમલ્સ અને શરન ઈન્ડીયાએ એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડઝ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા (એએસસીઆઈ) સમક્ષ ફરિયાદો કરી હતી. જીસીએમએમએફ દ્વારા રજૂ કરાયેલી વિજ્ઞાપનમાં જે દાવા કર્યા છે તે ખોટા છે.

ફરિયાદોમાં એવો દાવો કર્યો હતો કે, દૂધ એ સંપૂર્ણ આહાર નથી અને તે આરોગ્ય માટે હાનિકારક છે. તથા પ્લાન્ટ આધારિત આહારની તુલનામાં ઓછુ પોષક છે. આ ફરિયાદોના પ્રતિભાવ તરીકે અમૂલે એએસસીઆઈ સમક્ષ પુરાવા સાથે જવાબ ફાઈલ કરતા જણાવ્યું હતું કે, દૂધ એ પોષક આહાર છે અને તે કેલ્શિયમ, વિટામીનો, કાર્બોહાઈડ્રેટસ, ફેટ, મિનરલ્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. આમ, ત્રણે સંસ્થાએ કરેલી ફરિયાદોને એએસસીઆઈએ ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...