તપાસ:સારવારના પૈસા ન હોવાથી ઇજાગ્રસ્ત યુવકને ઘેર લાવ્યાં, બીજા દિવસે મોત

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઇક અથડાતાં ઘાયલ યુવકની સારવારનો કરમસદ હોસ્પિટલે અઢી લાખનો ખર્ચો કહ્યો હતો

આણંદ તાલુકાના બેડવા ગામ સ્થિત તપોવન પાસે દસ દિવસ અગાઉ બે બાઈક સામ-સામે અથડાવવા મુદ્દે ત્રણ બાઈક સવારને ઈજા પહોંચી હતી. જે પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશોરને સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેની સારવાર પાછળ રૂપિયા બે થી અઢી લાખનો ખર્ચ થશે તેમ જણાવતાં પરિવારજનો પુત્રને ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે લઈ આવ્યા હતા. જેના બીજા જ દિવસે કિશોરનું મોત નીપજ્યું હતું.

બેડવા ગામના જાેગણી માતા ફળિયામાં રહેતો 17 વર્ષીય મનોજ ભરતભાઈ ડાભી ગત 20મી જુલાઈના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ફળીયામાં રહેતાં રણજીતભાઇ ડાભીનું બાઇક લઈ સારસા ચોકડી તરફ જવા નીકળ્યો હતો. તે તેના મિત્ર ચિરાગ રાજુભાઈ ડાભીને પણ સાથે લઈ ગયો હતો. દરમિયાન, બંને જણાં બાઈક પર બેસી પુરપાટ ઝડપે બેડવા ગામના તપોવન ફાર્મ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવેલા બીજા બાઈક સાથે તેમનું બાઈક અથડાયું હતું.

જેમાં ત્રણેય જણાંને ઈજા પહોંચી હતી. બાઈક ચાલક મનોજને માથામાં ગંભીર ઇજા થતાં તેને કરમસદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ફરજ પરના તબીબોએ ઈજાગ્રસ્તને આઈસીયુમાં રાખવો પડશે અને બેથી અઢી લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેને પગલે પૈસાની વ્યવસ્થા ન હોય પરિવાર તેને ઘરે લઈ ગયું હતું. દરમિયાન, બીજા દિવસે સવારે જ તેનંુ અવસાન થયું હતું. કાયદાથી અજ્ઞાન પરિવારે દસ દિવસ બાદ આ મામલે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...