અમદાવાદ પોતાના મિત્ર સાથે મજૂરીકામે નીકળેલો અને પછી ટ્રેન ચૂકી જતાં આણંદ શહેરમાં ભૂલા પડી ગયેલા છત્તીસગઢના યુવકને આણંદ ગ્રામ્ય પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. છત્તીસગઢનો વિનોદ નામનો યુવક ગત 2જી ફેબ્રુઆરીના રોજ પોતાના વતનથી અમદાવાદ પોતાના મિત્રો સાથે મજૂરી કામે ટ્રેનમાં આવવા માટે નીકળ્યો હતો. દરમિયાન, આણંદ રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રહેતાં જ તે પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો. જોકે, એ સમયે ટ્રેન ઉપડી જતાં તે રેલવે સ્ટેશન પર જ રોકાઈ ગયો હતો. ભાષાના પ્રશ્નને કારણે તેને ક્યાં જવું તે ખબર પડી નહોતી. જને પગલે તે અહીં-તહીં ભટ્કયો હતો.
જેમાં તે ચિખોદરા ચોકડી પાસે પહોંચી ગયો હતો. બીજી તરફ કેટલાંક સ્થાનિકોએ અજાણ્યો યુવક ચિખોદરા ચોકડી પાસે આવ્યો હોવાનું અને ભાષા વિશે અજાણ હોવાની માહિતી ગ્રામ્ય પોલીસને આપી હતી. જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. ભાંગ્યા તૂટ્યા ભાષામાં પોલીસે તેની સાથે સંવાદ કરી તેના સંબંધીઓના નંબર મેળવ્યા હતા. પોલીસે તેમના પરિવારજનોના નંબર પર સંપર્ક કર્યો હતો અને તેમને આણંદ ખાતે બોલાવ્યા હતા. જ્યાં પરિવાર સાથે યુવકનું સુ:ખદ મિલન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.