હવામાન:ચરોતરમાં વાદળો હટતાં જ 24 કલાકમાં 4 ડિગ્રી પારો ગગડ્યો

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેજનું પ્રમાણ 95 ટકા : બે દિવસ તાપમાન મધ્યમ રહેશે

આણંદ જિલ્લામાં એક સપ્તાહથી વાદળો ઘેરાયેલા રહેતા લઘુત્તમ તાપમાનનો પારો 23.8 પહોંચી ગયો હતો. જો કે મંગળવારથી વાદળો હટતા પારો ગગડવાનું શરૂ થયો હતો. માત્ર છેલ્લા 24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન ઘટી જતાં સાંજ પડતાં સામાન્ય ઠંડીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. મંગળવારે લઘુત્તમ તાપમાન 21.08 ડિગ્રી હતું જે બધુવારે ઘટીને 17.08 ડિગ્રી નોંધાયું છે. આવનાર બે દિવસ સુધી તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ જોવા મળશે તેમ કૃષિ હવામાન વિભાગે જણાવ્યું હતું.

આણંદ કૃષિ હવામાન વિભાગના વધુમાં જણાવ્યા અનુસાર બુધવારે મહત્તમ તાપમાન 33.05 અને લઘુત્તમ તાપમાન 17.08 ડિગ્રી નોંધાયું છે. જયારે 95 ટકા ભેજ હવામાં જોવા મળ્યો હતો. તેમજ પવનની ગતિ 1.06 ડિગ્રી નોંધાઇ છે. જયારે આગામી બે દિવસ સુધી તાપમાન સામાન્ય રહેશે. આણંદ કૃષિ હવામાન વિભાગના ડો મનોજ લુણાગરીયાના જણાવ્યા મુજબ, હજુ બે દિવસ લઘત્તમ તાપમાન 15 થી17 ડિગ્રીની વચ્ચે રહેશે. લો પ્રેશરની અસર ઓછી થઇ ગઇ છે.

જેથી આગામી સપ્તાહથી તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. કૃષિના વિભાગના તજજ્ઞોએ ખેડૂતો શાકભાજીના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધે નહીં તે માટે આંતરે દિવસે દવાનો છંટકાવ કરવો જોઇએ તેમજ પીયત સમયસર આપવાનો અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...