તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વ્યવસ્થાપક મંડળની મુદત આગામી 17મી જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. સહકારી ક્ષેત્રેના કાયદા અનુસાર મુદતપૂર્ણ થવાની હોય તે પહેલા 90 થી 120 દિવસમાં ચૂંટણી યોજવાની હોય છે.જે અંગે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા તમામ તૈયારીઓ કરીને રાજય કક્ષાએ મોકલી આપી હતી. હાલમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં તારાપુર એપીએમસીની ચૂંટણીનું કામ અટવાઇ ગયું છે. જેથી હવે 10મી ડિસેમ્બર બાદ ચૂંટણી અંગેની કામગીરી હાથધરવામાં આવશે.
આણંદ જિલ્લામાં સૌથી મોટી તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. જયાં દરરોજ હજારો ખેડૂતો અનાજની લે વેચ કરવામાં આવે છે. આગામી 17મી જાન્યુઆરી 2023માં હાલના ચેરમેન સહિત ડિરકટરોની મુદત પૂર્ણ થયા છે. સહકારી મંડળીઓની ચૂંટણીના નિયમ મુજબ મુદત પૂર્ણ થતાં પહેલા 90 થી 120 દિવસ દરમિયાન ચૂંટણી યોજવાની હોય છે. જે અંગે આણંદ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરીને રાજયકક્ષાએ મોકલી આપી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જતાં હવે એપીએમસીની ચૂંટણી અટવાઇ ગઇ છે. હવે 10 ડિસેમ્બર બાદ તમામ પ્રક્રિયા હાથધરાશે.તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.