છેતરપિંડી:મોબાઈલમાં એનીડેસ્ક અપલોડ કરાવી ગઠિયાએ 49 હજાર પડાવ્યા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદ સાઈબર સેલે પૈસા પરત અપાવ્યા

ખંભાતના શિક્ષકને ગઠિયાએ મોબાઈલમાં એનીડેસ્ક એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી અન્ય પૂરક માહિતી મેળવી લઈ તેમના ખાતામાંથી 49 હજાર તફડાવી લીધા હતા. ખંભાતના નગરા ખાતે રહેતા અને વ્યવસાયે શિક્ષક સંજયકુમાર ભીખાભાઈ પ્રજાપતિએ ઓનલાઈન કુકર મંગાવ્યું હતું. દરમિયાન, તેની ડિલીવરી મળી ન હોય તેમણે ગુગલ પર કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો.

જેમાં સામેથી જ એક વ્યક્તિએ દસ રૂપિયાનો ચાર્જ લાગશે તેમ કહીને એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એ પછી તેમની પાસેથી બેંક ડિટેઈલ સહિત અન્ય માહિતી મેળવી લઈ બારોબાર તેમના ખાતામાંથી રૂપિયા 49866 ઉપાડી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે આ મામલે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ટીમ દ્વારા તુરંત જ કંપનીમાં મેલ કરીને પેમેન્ટ સ્ટોપ કરાવતા શિક્ષકને પૈસા પરત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...