આણંદના ગામડી વડ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાંથી ગત28મી એપ્રિલના રોજ કોઈ ગઠિયો નાની બચત એજન્ટના એક લાખ રૂપિયા ચોરી કરીને ફરાર થઈ જતા આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઈ દિપકચન્દ્ર દવે પોસ્ટ ઓફિસમાં નાની બચત એજન્ટ તરીકે કામ કરે છે.ગત 28મી તારીખના રોજ તેમના મિત્ર કેતનભાઈ પટેલ એક લાખ રૂપિયા તેમને બચત ખાતામાં ભરવા માટે આપી ગયા હતા.
જેથી રાકેશભાઈ દવે એક કાપડની થેલીમાં મુકીને ગામડીવડ નજીક આવેલા પટેલ ખાંચામાં આવેલી પોસ્ટ ઓફિસમાં પૈસા ભરવા માટે આવ્યા હતા, જ્યાં દરવાજા પાસે એક ટેબલ ઉપર પૈસા ભરેલી થેલી મુક્યા બાદ તેઓ સ્લીપ ભરી રહ્યા હતા. આ દરમ્યાન કોઈ ગઠિયાએ નજર ચુકવીને થેલીમાં મુકેલા એક લાખ રૂપિયા રોકડા ચોરી કરી લીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે આસપાસ તપાસ કરવા છતાં પણ કોઈના મળી આવતાં આ અંગે આજે તેમણે શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.