આયોજન:ગણેશ વિસર્જન માટે ગોયા બાકરોલ તળાવમાં વ્યવસ્થા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોયા તળાવમાં વિસર્જન માટે વ્યવસ્થા ઉભી કરાઇ
  • નાની મૂર્તિ આણંદ ગોયા તળવામાં અને મોટી મૂર્તિઅોનું બાકરોલ તળાવમાં વિસર્જન કરાશે

આણંદ નગરપાલિકા દ્વારા આખરે ગોયા તળાવમાં નાની મૂર્તિઓ અને બાકરોલ તળાવમાં મોટી મૂર્તિઓનું વિસર્જન કરવાની છૂટ આપવામાં આવતાં મંડળો અને પરિવારોને રાહત થઇ છે. મૂર્તિ વિસર્જન કયાં કરવા જવું તે પ્રશ્ન હલ થઇ ગયો છે. આણંદ અને વિદ્યાનગરમાં 200થી વધુ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.તેમજ ઘેર ઘેર પરિવાર દ્વારા 5,7 અને 10 દિવસના ગણેશમૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું છે. ઓછા વરસાદના પગલે ગોયા તળાવમાં પાણી ઓછું હોવાથી 4 ફૂટની મૂર્તિઓનું વિસર્જન થઇ શકે તેમ નથી.

જયારે વિદ્યાનગરની મંડળોને વિસર્જન કયાં કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો હતો. જે બાબતે ગણેશ મંડળોના પ્રમુખ મુકેશ પંચાલ સહિતના આગેવાનોએ આણંદ નગરપાલિકા પાસે ગોયા તળાવમાં મૂર્તિઅોના વિસર્જનની મંજૂરી માંગવામાં આવી હતી. આખરે ગોયા તળાવમાં 3 ફૂટથી નાની મૂર્તિઓ માટે વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મોટી મૂર્તિઅોનું બાકરોલ તળાવમાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે આણંદ ફાયરબ્રિગેડની ટીમ સવારથી તૈનાત રાખવામાં આવશે.

ગણેશ ઉત્સવના​​​​​​​ આજે પાંચમા દિવસે શહેરના ગોયા તળાવમાં વિસર્જન માટે ફાયર વિભાગ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં નગરજનો દ્વારા મંગળવારે ગણેશ વિસર્જન શરૂ કરી દેવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...