માથાકૂટ:પેટલાદમાં રણછોડરાય મંદિરના પૂજારી સાથે 'તું મંદિરના જવા આવવાના રસ્તા ઉપર કેમ બેઠો છો' તેમ કહી મારઝૂડ કરી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પટેલાદના દંતાલી ગામમાં આવેલ રણછોડજી મંદિરની જમીન બાબતે સંયુકત ચેરિટી કમિશનર વડોદરા ખાતે પૂજારી પરિવાર અને ભાવેશભાઈ રવજીભાઈ પટેલ રહે, દંતાલી વચ્ચે વિવાદ ચાલે છે.આ દરમિયાન મંગળવાર સવારના નવ વાગે મોહનભાઈ ચુનીભાઇ પંડ્યા રણછોડજી મંદિરના ગેટ આગળ બેઠા બેઠા પેપર વાંચતા હતા ત્યારે ભાવેશભાઈ રાવજીભાઈ પટેલ મંદિરમાંથી દર્શન કરી પાછા આવતા હતા. જે દરમ્યાન ભાવેશભાઈએ મોહનભાઇને કહયું કે "તું મંદિરના જવા આવવાના રસ્તા ઉપર કેમ બેઠો છું." જેથી,મોહનભાઇએ તેમને વળતો જવાબ આપ્યો કે હું મારા ઓટલા ઉપર બેઠો છું તમે ખોટો ઝઘડો ના કરશો.

મહત્વનું છે કે મોહનભાઈ એવું કહેતા જ ભાવેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ બોલી ઝઘડો કર્યો અને ગડદાપાટુ નો માર મારવા લાગેલ જેથી ધર્મિષ્ઠાબેન પંડ્યા વચ્ચે છોડાવવા પડ્યા હતા.જે દરમિયાન ભાવેશભાઈનું ઉપરાણું લઈ શ્રીધર પટેલ પણ આવી ચડયો અને તેણે ગાળો બોલીને માર માર્યો હતો. જેથી મોહનભાઈ એ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને તેમને મારથી છોડાવ્યા હતા. બાદમાં બંને જણા જતા જતા આજે તો તમે બચી ગયો છો.પરંતુ હવે ફરીથી મળશો તો જીવતો નહીં મૂકીએ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ધર્મિષ્ઠાબેન ભુપેન્દ્ર કુમાર પંડ્યા એ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શ્રીધર પટેલ અને ભાવેશભાઈ રાવજીભાઈ પટેલ વિરુદ્ધ ઈપી કો કલમ 323, 504,506(2) તથા 114 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...