કારખાનામાં તસ્કરો ત્રાટક્યાં:ખંભાતના 3 કારખાનામાંથી અકિક ચોરાયું, એક જ રાતમાં તસ્કરો રૂ.1.80 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત શહેરમાં આવેલા અકિકના કારખાનામાં ત્રાટકેલા તસ્કરોએ જુદા જુદા ત્રણ કારખાનામાંથી એક જ રાતમાં 1.80 લાખના અકિકનો મુદ્દામાલ ચોરી ગયાં હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
ખંભાત શહેરના રાહદારી જેલ નજીક આવેલા અકિકના ત્રણ કારખાનામાં 27મીની રાત્રે તસ્કરો ત્રાટક્યાં હતાં. આ તસ્કરોએ 27મીની મોડી રાત્રે પરવેઝ અહેમદ નિસાર અહેમદ મન્સુરીના પોપ્યુલર પેબલ્સ એન્ડ ચિપ્સ ફેક્ટરીમાં ચોરી કર્યા બાદ સાદેખાબાનુ યુસુફ પઠાણની અયાન અગેટ એક્સપોર્ટ ફેક્ટરીમાંથી અકીકના અલગ અલગ 4000 નંગ કિંમત રૂ.70 હજાર, અકિકનો બીજો અલગ તૈયાર થયેલો માલ આશરે 50 કિલો કિંમત રૂ.50 હજાર તથા અકીકના કાચા પથ્થર રફ માલ આશરે છસ્સો કિલો કિંમત રૂ.60 હજાર મળી કુલ રૂ.1.80 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે જાણ થતાં તમામ વેપારી ચોંકી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મોડી સાંજે પરવેઝઅહેમદની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...