શિક્ષણ:કઠલાલમાં ધો.1 થી 5ની સ્કુલ માટે ચારૂસેટ યુનિવર્સિટીને મંજુરી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે બાળકોને ઘરઆંગણે શિક્ષણ

કઠલાલમાં 100 વર્ષથી વધુ જૂના કે.એમ.એજયુકેશન સોસાયટી સંકુલમાં ચારૂસેટ વિદ્યાલયની સ્થાપના માટે તાજેતરમાં ગુજરાત સરકારની મંજૂરી પ્રાપ્ત થઈ છે. ચારૂસેટ વિદ્યાલયને ધોરણ 1 થી 5 નોન ગ્રાન્ટેડ અંગ્રેજી ગુજરાતી માધ્યમની મંજૂરી સરકાર તરફથી મળવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કઠલાલમાં આવેલી કે. એમ. એજયુકેશન સોસાયટી ટ્રસ્ટ 100 વર્ષથી પણ વધુ જૂનું છે. 1917માં રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ ખેડા જિલ્લાના ખેડૂતોના હિત માટે દેશનો પ્રથમ સામૂહિક સત્યાગ્રહ ના-કર ની લડત શેઠ એમ. આર. હાઇ સ્કૂલ કઠલાલમાં રાત્રિ નિવાસ કરી 18મી ફેબ્રુઆરી 1918ના રોજ આ પવિત્ર સ્થળેથી પ્રતિજ્ઞા લઈ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ ભૂતકાળમાં સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગણમાન્ય મહાનુભાવો દ્વારા આ શાળાની મુલાકાત પણ લેવામાં આવી છે.

કે. એમ. એજયુકેશન સોસાયટીના મંત્રી અને ચારુસેટ વિદ્યાલયના કો.ઓર્ડિનેટર નયન પટેલે જણાવ્યું કે આ મંજૂરી માટે સ્કૂલના મંડળના સભ્યો, કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓ તથા ગ્રામજનોનો હું આભાર માનું છું. ભવિષ્યમાં ઉચ્ચ એન્જીનિયરીંગ ટેકનિકલ શિક્ષણ માટે બાળકોને ઘરઆંગણે શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...