ઓનલાઇન સિસ્ટમ ખોરવાઇ:બીડી કામદારોના બાળકોના શિષ્યવૃતિના ફોર્મ અટવાઇ ગયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કચેરીની ઓનલાઇન સિસ્ટમ 3 દિવસથી ખોરવાઇ

આણંદ જિલ્લાના બોરસદ, તાલુકાના ગામોમાં અનેક પરિવારો બીડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.જેઓના સંતાનો માટે તંત્ર દ્વારા 1000થી માંડીને 25 હજાર સુધીની કેટેગરી પ્રમાણે શિષ્યવૃત્તિ સહાય આપે છે.ત્રણ દિવસથી ઓન લાઇન સિસ્ટમમાં ખામી સર્જાતાં લોકોને અરજી કરવામાં ધરમ ધક્કા કરવાનો વારો આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લામાં ઘણા પરિવાર બીડી બનાવવાનો વ્યવસાય કરે છે. આણંદ નજીક સારસા ઉપરાંત બોરસદ ખાતે બીડી કામદારોના હિત માટે કામગીરી કરતી કચેરી કાર્યરત છે.સરકાર ની વિવિધ સહાય કારી યોજના હેઠળ મળવાપાત્ર લાભ મળે તે હેતુથી તત્પર રહે છે.

નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (N.S.P.) પર પ્રી મેટ્રીક અને પોસ્ટ મેટ્રિક વિદ્યાર્થીઓ માટે આગામી 3૦ તારીખ સુધીમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. શિષ્યવૃત્તિ સહાય મેળવવા લાભાર્થી ઓ બે ત્રણ દિવસથી ધક્કા કરી રહ્યા છે. આ અંગે લાભાર્થી સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે ફોટા અને અન્ય જરૂરી પુરાવા અપલોડ થતા નથી.અરજી કરવામાં ધરમ ધક્કા કરવાનો વારો આવ્યો છે. સંબંધિત વિભાગ ને પણ આ અંગે રજૂઆત કરી હતી પરંતુ આ પ્રશ્ન અમારો નથી તેમ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...