ચરોતરની સહકારી ક્ષેત્રની સફળતાની ગાથા વિશ્વ ફલક ઉપર જોવા મળે છે. ચરોતરની સહકારી ઝુંબેશ સમગ્ર દેશ અને વિશ્વને માર્ગદર્શીત કરી રહી છે. ગ્રામ્ય અર્થતંત્રનું ગ્રોથ એન્જીન બની રહેલ અમૂલ સહકાર તંત્રનું સર્વોત્તમ ઉદાહરણ છે. એજ રીતે એશિયાની એક માત્ર સહકારી ધોરણે ગેસ સપ્લાય કરતી મંડળી ચરોતર ગેસ સહકારી મંડળીની ગૌરવગાથા પણ હવે સહકારી ક્ષેત્રમાં નવીન આયામો અને વ્યવસાયિક સિદ્ધિઓ મેળવી રહી છે. ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે પાવર ઓફ કો-ઓપરેટીવ ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સેમિનારમાં એન.ડી.ડી.બી ચેરમેન મિનેશભાઇ શાહે પાવર ઓફ કો આપેરેટીવ ઉપર સહકારીતાની વિસ્તૃત સમજુતી આપી હતી. તેઓએ આણંદ જિલ્લામાં સહકારીતાના ધોરણે ચાલતી સંસ્થાઓને અગ્રણ્ય ગણી પ્રશંસા કરી હતી. સાથે સાથે ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડમાં કામ કરતી મહિલા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે અમુલ ડેરી ચેરમેન રામસિંહ પરમારે સહકારીતા શક્તિની વાત કરતા જણાવ્યુ હતું કે સહકારીતાના ધોરણે ઘણા બધા નાના કુટુંબોનું ભરણ પોષણ થઇ રહયુ છે. જ્યારે અમૂલ વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પ૨મારે જણાવ્યું હતું કે, અમુલ ડેરી સહકાર ક્ષેત્રે નાના પાયે શરૂ થયેલી સંસ્થા આજે વિશ્વ ફ્લેક પર પસરેલી છે, જે સહકાર ક્ષેત્રે થયેલી ક્રાતિનું દર્શન થાય છે.
આ પ્રસંગે આર.એસ. સોઢી, મેનેજીંગ ડિરેકટર-GCMMF આ સેમિનારમાં હાજર રહી શકયા ન હતા. પરંતુ તેઓની કાર્યક્રમની શુભેચ્છાઓ મોકલી આપી હતી. આ પ્રસંગે ચરોતર ગેસના મેનેજીંગ ડિરેકટર વિઠ્ઠલભાઇ એમ. પટેલ, જોઇન્ટ મેનેજીંગ ડિરેકટર જયેશભાઇ જે.પટેલ, ડિરેકટર શ્રી હસમુખભાઇ એમ. પટેલ, ડિરેકટર રમેશભાઈ શાહ તેમજ આ સેમીનારના સેતુ સમાન સુરેન્દ્રભાઇ પટેલ, મંજુલાબેન પટેલ, સંજયભાઇ જોષી-સુરત ગુણવંતભાઇ પટેલ- અમેરિકા, ભાવેશભાઇ પટેલ- વાસદ, શ્રીમતિ ગાયત્રીબેન પટેલ- અજરપુરા, શ્રીમતિ કોકીલાબેન પટેલ- આણંદ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ચરોતર ગેસના સી.એન.જી. ડોટર સ્ટેશનના માલિકો પણ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગને અનુરૂપ ચરોતર ગેસના ડિરેકટર શ્રી વિઠ્ઠલભાઇ પટેલે અભિપ્રાય આપ્યો હતો અને આ કાર્યક્રમમાં સૌ પધારેલ મહેમાનો અને ઉપસ્થિત રહેલા ચરોતર ગેસના સૌ સ્ટાફ મિત્રો નો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.