તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:GCMMFના મેનેજીંગ ડિરેકટરની IDFCના બોર્ડમાં નિમણૂંક

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશનુ પ્રતિનિધિત્વ કરવું એક સન્માન : ડો.આર.એસ.સોઢી

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ.ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની ગત 1લી જૂન, 2021 ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલીમાં ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.મહત્વનું છે કે, ઈન્ડીયન નેશનલ કમિટી ઓફ ઈન્ડીયાએ ફેડરેશનના બોર્ડમાં ડો.સોઢીનુ નામ સૂચવવ્યું હતું. જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.

આઈડીએફમાં નિમણુંક પ્રસંગે ડો.સોઢી એ જણાવ્યુ હતું કે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનુ પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષી ધ્યેયમાં યોગદાન આપવુ અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.

ભારતનો સહકારી અભિગમ એક આવશ્યક વ્યુહરચના ધરાવે છે કે જેને કારણે ડેરી ક્ષેત્રના કરોડો ખેડૂતોને લેવલ પ્લેઈંગ ફીલ્ડ મારફતે બજારમાં સશક્તિકરણ હાંસલ થયુ છે અને સાથે સાથે દૂધના મૂલ્યમાં વાજબી હિસ્સો હાંસલ થયો છે. ડેરી ક્ષેત્ર એ આપણા કૃષિ ક્ષેત્રનુ ગ્રોથ એન્જીન છે.આ ક્ષેત્ર ગ્રાહકોને પોષણ પૂરૂ પાડવા ઉપરાંત ડેરી ક્ષેત્રના ખેડૂતોને સાતત્યપૂર્ણ રોજગારી પૂરી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...