SP યુનિ.નો વિવાદ:દલિત વિદ્યાર્થીના પીએચડીના પ્રવેશ મુદ્દે કમિટીની નિમણૂંક

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ સભ્યની કમિટી તપાસ કરશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડીના દલિત વિદ્યાર્થી કાંતિ મકવાણાની રજૂઆતને સાંભળવા યુનિવર્સિટીની રજિસ્ટ્રાર ઓફિસમાં ગુરૂવારે સવારે 11 કલાકે રજિસ્ટ્રાર સહિત 10 સભ્યોની હાજરીમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીના હિતને ધ્યાને લઈ એક સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લેવાયો હતો.વિદ્યાર્થી કાંતિ મકવાણાએ અગાઉ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ હેડ જીગીષ પંડ્યા દ્વારા તેમનું જાતિવાચક શબ્દ બોલી તેને અપામાનિત કરાયો હોવાની તેમજ તેને પીએચડીમાં પ્રવેશ આપ્યાબાદ ગાઈડ સહિત અનેક લોકોએ હેરાનગતિ કરી હતી.

જેની તેમણે લેખિતમાં અરજી કરી હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા બે દિવસ અગાઉ વિદ્યાર્થીને જાણ કરી તેની રજૂઆતને સાંભળવા માટે તત્કાલ એક મિટિંગ બોલાવવામાં આવી હતી. મિટિંગમાં વિદ્યાર્થીની રજૂઆતને સાંભળ્યા બાદ તેમનો એક જ સૂર એવો રહ્યો હતો કે, વિદ્યાર્થીએ એટ્રોસીટી સહિતની કરેલી અરજીઓ પાછી ખેંચવામાં આવે તો જ સમગ્ર મામલે કંઈ અંતિમ નિર્ણય લેવાય. જોકે, બીજી તરફ વિદ્યાર્થીએ પણ પોતાના કારકિર્દી સંબંધે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે પછી જ તે કંઈ નિર્ણય લેશે એમ જણાવ્યું હતું. નોંધનીય છે કે સમગ્ર મામલે હાલમાં એક કમિટીની નિમણૂંક કરવામાં આવી છે તેવું યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...