દિવ્યાંગ પારિતોષિક અરજી:આણંદ જિલ્લામાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ મંગાવવામાં આવી, 19મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ છે. જે અતંર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા 19મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. આ પારિતોષિક મેળવવા માટે જિલ્લાના 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા તો આણંદની જિલ્લા રોજગાર કચેરીની ખાતે વિનામૂલ્યે મળી શકશે.

અરજીનો નમૂનો વેબસાઇટ પરથી મળશે
રાજ્યના રોજગાર અને તાલીમ નિયામક દ્વારા વર્ષ-2022 માટે શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ અધિકારીઓ એમ ત્રણ વિવિધ કેટેગરી માટે રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પારિતોષિક મેળવવા માટે આણંદ જિલ્લાના 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા તો જિલ્લા રોજગાર કચેરીની ખાતે વિનામૂલ્યે મળી શકશે.

વધુ જાણકારી માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો
આ પારિતોષિક મેળવવા માટેની અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું તબીબી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટ સાથે સામેલ રાખવાના રહેશે જયારે નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ અધિકારીએ પણ ફોર્મમાં દર્શાવવામાં આવેલ કોલમ મુજબ તમામ વિગતો પૂરેપૂરી જણાવવાની રહેશે સાથે તેને સંબંધિત જરૂરી તમામ બિડાણો સામેલ રાખી ભરેલા અરજીપત્રકો જરૂરી તમામ સાધનિક દસ્તાવેજો સાથે બે નકલમાં આણંદ બોરસદ ચોકડી પાસેના જૂના જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા રોજગાર કચેરીને 19મી સપ્ટેમ્બર સુધીમાં રૂબરૂ કે ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે. વધુમાં તેમણે અધૂરી વિગતવાળી કે નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમ જણાવી આ અંગેની વધુ માહિતી કે જાણકારી મેળવવી હોય તો જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...