ગેરવહીવટ:પાલિકાની સભાના એજન્ડા રદ કરવા કલેકટરને આવેદન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ નગરપાલિકામાં ચર્ચા વિચારણા કર્યા વિના માત્ર 2 મિનિટમાં કરોડોના કામો મંજૂર કરી દેવાય છે

આણંદ નગરપાલિકાની આગામી 5મીએ સામાન્ય સભા યોજાનાર છે.ત્યારે વર્ષોની પરંપરા મુજબ 2 મિનિટમાં જ ચર્ચા વિચારણ કર્યા વિના કરોડો રૂપિયાના કામો મંજૂર કરી દેવામાં આવે છે.બીજી તરફ મનગમતા વિસ્તારોમાં નગરસેવકો કામ કરી રહ્યાં હોવાથી અને વિખવાદોને પગલે સામાન્ય સભામાં મુકવામાં આવેલા 72 અેજન્ડા રદ કરીને પાલિકા અધિનિયમ હેઠળ સામાન્ય સભા યોજવામાં આવે તે માટે પૂર્વ કાઉન્સિલર સહિત શહેરના એક રહીશે કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

આણંદ શહેરના રહીશ કિરણભાઇ સોલંકી અને પૂર્વ કાઉન્સિર બાકરોલ ઇબાતભાઇ પઠાણે આવેદનપત્ર જણાવેલ કે, આણંદ નગરપાલિકામાં વર્ષોથી માત્ર 2 મિનિટમા સભા આટોપી લેવાની પરંપરા ચાલી રહી છે. જેમાં શહેરીજનો ટેક્સ ભરવા છતાંય ભાજપના નગરસેવકોને વિદ્યાનગર રોડ વિસ્તારનો વર્ષોથી વિકાસ દેખાઇ રહ્યો છે. હાલમાં ધણા સમયથી ભાજપમાં વિખવાદો ઉભા થયા છે.જેના કારણે શહેરના વિકાસ કાર્યો અટકી ગયા છે. જેના લીધે નગરજનોને મળવાપાત્ર સુવિધાઓ વંચિત રહે છે.

વધુ માહિતી મુજબ બોરસદ ચોકડી -જીટોડીયા રોડ વિસ્તારમા શૌચાલય,ગટર લાઇન ,બિસ્માર રસ્તાઓના કામગીરી હાથધરવામાં આવતી નથી. આથી આગામી 5મી યોજાનાર સામાન્ય સભામાં 72 એજન્ડાના કામો રદ કરીને શહેરના જરૂરી વિકાસના કામો મુકવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.વડોદરા પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં જણ કરીને વહેલી તકે કાર્યવાહી હાથધરવા લેખિતમા જાણ કરવામા આવી હતી.

રાજ શિવાલય પાસે આવેલો કોમ્યુનિટી હોલ શરૂ કરવા માગ
આણંદ લોટિયા ભાગોળ વિસ્તારમાં 10 હજાર વધુ લોકો રહે છે. વર્ષોથી આ વિસ્તારમાં રાજ શિવલાય પાસે કોમ્યુનીટી હોલ બંધ રહે છે. ત્યારે આ કોમ્યુનિટી હોલ સમારકામ કામ કરીને ખુલ્લો મુકવામાં આવે તે માટે અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ પાલિકામાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...