આદેશ:ધો.12 સા.પ્ર.માં ગુણ ચકાસણી માટે 18મી જૂન સુધી અરજી કરી શકાશે

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોને તકલીફ પડે તો શાળાના આચાર્યની મદદ લેવા સૂચના

ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજીઓ કરવા ઈચ્છતા હોય છે.ત્યારે વિધાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને hsc.gseb.org પર તા. 18 જૂન, સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી સ્વરૂપે કરાવી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ ધો.12 સા.પ્ર.માં ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરી શકશે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી નિયત ઓનલાઈન એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા એસ બી આઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે તેની આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોને નોંધ લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.

વધુમાં આણંદ જિલ્લાના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ કે ધો.12 સા.પ્ર.માં ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે તકલીફ પડે તો શાળાઓના આચાર્યની મદદ લેવા માટે સુચનાઓ આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...