અરજદારો ત્રસ્ત:સબ રજિસ્ટ્રાર ઓફિસનું સર્વર ડાઉન થતાં અરજદારો ત્રસ્ત

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીની દસ્તાવેજની આવક ઘટી

આણંદ જિલ્લામાં મિકલત અને જમીન વેચાણ માટે દસ્તાવેજની નોંધણી ફી ઓનલાઇન ભરવાની હોય છે. પરંતુ સર્વર ડાઉન હોવાથી છેલ્લા એક સપ્તાહથી ઓનલાઇન ફી ભરાતી નથી. ભરાઇ તો જે તે ખાતામાં જમા દર્શાવવા ઘણો સમયે લે છે.જેના કારણે અરજદારોને આણંદ જિલ્લા સબરજીસ્ટ્રાર કચેરીમાં ધરમધક્કા ખાવા પડે છે.તો બીજી બાજુ સર્વર ડાઉન હોવાથી દસ્તાવેજની નોંધણી ઘટી જતાં સબ રજીસ્ટ્રાર કચેરીની આવકમાં ભારે ઘટાડો થયો છે

વિધાનસભાની ચૂંટણી તમામ પ્રક્રિયા ઓનલાઇન થઇ રહી છે. તેના કારણે સર્વર પર ભારણ વધી જતાં ધીમા પડી ગયા છે. જયારે સરકારી કામગીરી માટે ફી તેમજ દસ્તાવેજની ફિ સહિત અન્ય કામગીરી માટે ફિ ઓનાલાઇન ભરવાની હોય છે.સર્વર ડાઉન હોવાથી ફિ ભરાતી નથી. જયારે સબ રજીસ્ટ્રાર કચેરીમંા ફી જમા થયેલી ન હોવાથી દસ્તાવેજને લગતી તમામ કામગીરી અટકી જાય છે. કલાકો સુધી ઉભા રહેવા જતાં એન્ટ્રી પડતી નથી.

જેને લઇને અરજદારોને હેરાન પરેશાન થવાનો વખત આવ્યો છે. આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સર્વર ડાઉન હોવાથી એક એન્ટ્રી માટે ઘણો સમય જતો હોવાથી કલાકો સુધી અરજદારોને ઉભા રહેવાનો વખત આવ્યો છે. તો વળી કેટલાંક અરજદારો ઘરે પરત ફરી ગયા હતા.જેને લઇને અરજદારોમાં નારાજગી વ્યાપી રહી છે. જ્યારે અોનલાઈન દસ્તાવેજની રકમ ન ભરાતાં કચેરીની આવકમાં પણ મોટો ઘડાટો નોંધાયો છે. તેમજ અરજદારોને મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...