આયોજન:લોકશાહીને સશક્ત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ : પ્રાંત અધિકારી

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી.વી.એમ.મામલતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

દેશની લોકશાહી વધુ સશકત બને અને મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવા લયાકાત માટે વર્ષમાં વિવિધ ચાર તારીખો જાહેર કરી છે જેની જાણકારી આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મતદાર સાક્ષરતા કલબ્સ ના ઉપક્રમે બી.જે.વી.એમ.ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.

વર્કશોપમાં આણંદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અને પ્રાંત અધિકારી વિમલ બારોટએ લોકશાહીના વધુ સશકત બનાવવા નાગરિકોને મહત્તમ મતાધિકારોની ઉપયોગ કરવાની અપીલ કરી યુવાનોને કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય ત માટે તેઓનું યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.આણંદ મામલતદાર નિલેશભાઈ રબારીએ માનવીને મતાધિકારની અમૂલ્ય ભેટ મળી છે જે લોકશાહીમાં મહત્વનું અંગ બની રહ્યું હોવાની જણાવી લોકશાહીને સશકત બનાવવા અપીલ કરી હતી.

દરેક વિદ્યાર્થીએ મતદાર તરીકેની નોંધણી કરાવતા સમયે તમામ સાચી વિગતો ભરીને વ્યસ્ત સમયમાં પણ સમય કાઢીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો તેમ જણાવી મત આપતા સમય પોતાની સમજશક્તિનો ઉપયોગ કરીને મત આપીએ જેથી લોકશાહીની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી શકાય તેમ કહ્યું હતું. નાયબ મામલતદાર દીપકભાઈ રાઠોડ અને કૌશિક રાણા, બી.એલ.ઓ.સુપરવાઈઝર હર્ષદભાઈ રાઠોડ સહિત એન.એસ.એસ પ્રોજેકટ કો-ઓર્ડિનેટર કાર્તિકભાઈ અને સેક્ટર ઓફિસર વિનોદ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...