તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Another Wave Of Corona Transition In Charotar Is Fatal: 54 New Positive Cases Reported In Anand Kheda District In Last 24 Hours

કોરાનાનો કહેર:ચરોતરમાં કોરોનાની સંક્રમણની બીજી લહેર ઘાતકઃ આણંદ -ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 54 નવા પોઝિટીવ કેસો નોધાયા

આણંદ, નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચરોતર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના સ્થાનિક સંક્રમણની બીજી લહેર ઘાતક નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રવિવારે પણ આણંદ જિલ્લા વધુ 28 નવા કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 1878 પર પહોંચ્યો છે. જ્યારે ખેડા જિલ્લામાં વધુ 26 કેસો કુલ આંક 2089 પર પહોંચ્યો. જ્યારે 3 દર્દીઆે સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

આણંદ- ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતી છેલ્લા 15 દિવસથી ગંભીર બની રહી છે. ત્યારે રવિવારે આણંદ જિલ્લામાં વધુ 28 પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં આણંદ શહેરમાં 4 કેસો તેમજ તાલુકાના 11 કેસો સાથે કુલ 15 પોઝિટીવ કેસો નોધાયા છે. જ્યારે બોરસદમાં 6 , પેટલાદમાં 5 તેમજ આંકલાવ અને ખંભાતમાં અેક અેક પોઝિટીવ દર્દીઆે મળી આવ્યાં છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઆેનો આંક 1878 પર પહોંચી ગયો છે. જ્યારે ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના ભાતૃભાવ સોસાયટીમાં રહેતા 20 વર્ષના યુવક,નાલંદા નગર સોસાયટીમાં રહેતા 24 વર્ષની યુવતી, સમિક એપાર્ટમેન્ટમાં રહેતા 61 વર્ષના વૃધ્ધા, સેન્ટ જોસેફ નગરમાં રહેતા 40 વર્ષની મહિલા, સુભાષ નગરમાં રહેતા 65 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ઠાસરામાં 5, મહેમદાવાદ-કપડવંજ-ગળતેશ્વર તેમજ ખેડામાં કોરોનાના 3-3 દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે કઠલાલમાં બે અને વસોમાં એક પોઝિટીવ દર્દી મળી આવ્યા છે.હાલમાં જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક 2089 પર પહોંચી ગયો છે.રવિવારે કોરોનાની સારવાર લઇ રહેલા 3 દર્દીઓના મોત નીપજ્યા હતા.

બાલાસિનોરમાં વધુ 8 પોઝિટીવ દર્દીઓ નોંધાયા
મહિસાગર જિલ્લામાં રવિવારે 16 કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં બાલાસિનોરમાં 4 મહિલા અને 4 પુરૂષ મળી કુલ 8 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...