વેસ્ટન ડિસ્બર્ન્સ પગલે ઉત્તર ગુજરાત સ્થિર થયેલ લો પ્રેશરની સિસ્ટમ ફંટાવવાની સાથે તેજ બનીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ ધપી રહી છે. જેના કારણે સોમવાર મોડીરાત્રે આણંદ -ખેડા મોડી રાત્રે 1.30 વાગ્યાના અરસામાં અચાનકજ વાતાવરણ પલટાયું હતું. ગાજવીજ સાથે કેટલાંક વિસ્તારમાં માવઠું થયું હતું.
જેના કારણે ખેતીના પાકને ભારે નુકશાન થયું છે. જયારે મંગળવાર સાંજના પુનઃ 40 કિમી ઝડપે પવન સાથે વાવાઝોડુ ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડતાં માર્ગો પર પસાર થતાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. તો બીજી હોળીના આયોજકો ભાગદોડ કરીને હોળી લાકડાં ભીજાય નહીં તે માટે પ્લાસ્ટીક ઢાકતા જોવા મળ્યાં છે. કેટલાંક વિસ્તારમાં આગામી 36 કલાક સુધી માવઠાની સંભાવના આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોઅે જણાવ્યું છે.
સોમવાર રાત્રે આણંદ પંથકમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે સામાન્ય છાંટા થયા હતા.જયારે ખેડા જિલ્લાના તાલુકાઓમાં માવઠું થતાં ખેતીના પાકને ભારે નુકશાન થયું છે. તેમજ આંબા પરનો કેરીનો મૌર ગરી જતાં પાકને ભારે નુકશાન થયું છે. ચરોતરમાં 1.05 લાખ હેકટરમાં ઘંઉ અને 1.10 લાખ હેકટરમાં તમાકુના ઉભો પાક તૈયાર થઇ ગયો છે.ત્યારે માવઠું થતાં નુકસાન થવાની ભીતી વર્તાઇ રહી છે.
ભારે માવઠું થાય તો ખેતીના પાકને નુકશાન થવાથી ખેડૂતો પર આર્થિક બોજો વધશે
આણંદ-ખેડા જિલ્લામાં બે દિવસ બદલાય વાતાવરણના કારણે કેટલાંક વિસ્તારમાં હળવા છાંટા તો કેટલાંક વિસ્તારમાં માવઠા વરસી રહ્યાં છે. જેના કારણે કાપેલા ઘંઉ કે તમાકુના પાકને નુકશાન થવાની સંભાવના છે. જયારે આંબ પરથી મૌર ગરી જતાં કેરીનો પાક ભારે નુકસાન થયું છે. તેમજ માવઠા સાથે ગરમીનો દોર યથાવત રહેતા શાકભાજીના પાક જેવા કે ટામેટા, ફલાવર સહિતના પાકને નુકસાન સંભાવના છે. > જગદીશભાઇ પરમાર, ખેડૂત વણસોલ
એકસ્પર્ટ વ્યૂ ઃ લો પ્રેશરની ગતિ તેજ બની
આણંદ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો મનોજ લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે વેસ્ટન ડિસ્બર્ન્સ ઉત્તર ગુજરાતમાં સર્જાયેલ લો પ્રેશરની ગતિ સોમવાર મોડી સાંજથી તેજ બની હતી. તેમજ મધ્ય ગુજરાત તરફ ફંટાઇને ઘુસ્યું છે. તેના કારણે આગામી 36 કલાક સુધી અચાનક જ વાતાવરણ પલટાઇને માવઠું થવાની સંભાવના છે.
લધુતમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો
આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં5 ડિગ્રીનો નોંધાયા છે. સોમવારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી હતું તે મંગળવારે ઘટીને 18.09 ડિગ્રી પહોંચ્યું છે. ચરોતરમાં છેલ્લા બે દિવસથી 10 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાતા તાપમાનમાંઘટાડો થતાંગરમીમાં રાહત મળી છે. જો કે વાદળ હટતાં પુન:તાપમાન ઉંચકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.