તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:ખંભાતમાં વધુ એક પોઝિટીવ કેસ મળતાં આંક 98 પહોંચ્યો, શનિવારે કોરોનાના 4 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના ખંભાત શહેરનો હજુ પણ કોરોના સંક્રમણ પીછો છોડતુ નથી.દર બે કે ત્રણ દિવસે એક પોઝિટીવ કેસ મળી આવે છે. શનિવારે  ખંભાત શહેરમાં વધુ એક વૃધ્ધનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જેથી આણંદ જિલ્લામાં કુલ 98 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે રાહતના સમાચાર ચાર કોરોના દર્દીઓ કોરોના મુકત બનતા રજા આપવામાં આવી છે.આમ અત્યાર સુધીમાં  83 દર્દીઓ કોરોનાને માત આપી છે.જયારે 10 દર્દીઓના મોત કોરોના પગલે થયા છે.જયારે 2 મહિલાના મોત નોન કોવિડમાં થયા છે.

શનિવારે આણંદ જિલ્લામાં ચાર કોરોના મુક્ત દર્દીઓને રજા આપવામાં આવી જે પૈકી લાલપુરા(ત્રણોલ)ના60 વર્ષની મહિલા, સોજિત્રા વણકર વાસના 30 વર્ષની મહિલા, ઝંડા ચોક ખંભાતના 59 વર્ષના પુરુષ અને કડિયા પોળ ખંભાતના 58 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં શનિવારે ખંભાતના કડવા પોળ પરામાં રહેતા જયેશ પટેલ 62 વર્ષાના પુરુષને કોરોના પોઝીટીવ આવતા આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 98  થયા છે. જે પૈકી કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા 83 થઇ છે. હાલ માત્ર 3 દર્દીઓ સારવાર હેઠળ છે.જો કે આગામી દિવસોમાં નવા કેસ ન આવે તે આણંદ જિલ્લો કોરોના મુકત બનવા તરફ આગેકુચ કરી રહ્યો છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 2235 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં  2137  દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે. જિલ્લામાં અત્યાર માત્ર કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર થઇ રહ્યાં છે.તે પૈકા 2 દર્દીઓને કોર્ડીયાડ કેર સેન્ટર ખંભાત ખાતે તેમજ એક દર્દીને કરમસદ ખાતે શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.  કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી એક વેન્ટીલેટર ઉપર છે. બે દર્દીઓ O2 ઉપર સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...