આણંદમાં અવિરત મેઘમહેર:બોરસદમાં ફરી એક ઇંચ વરસાદ ખાબક્યો, વહીવટી તંત્ર સજ્જ બન્યું, સ્થળાંતર સહિતની તૈયારીઓ શરૂ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી કાંસ અને નાળાની યોગ્ય સફાઈ ન થતા પ્રજાને ભારે હાલાકી

આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે બુધવારની મોડી સાંજે બોરસદમાં વરસાદની ઓળઘોળ થઈ વરસ્યો હતો જે વરસાદ આજે પણ સવારે બોરસદ તાલુકામાં ધોધમાર વરસી રહ્યો છે. હાલ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. જે કારણે ગ્રામ્ય અને નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વળી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી કાંસ અને નાળાની યોગ્ય સફાઈ થઈ ન હોવાને કારણે પાણીનો નિકાલ પણ યોગ્ય સમયસર થતો નથી જે કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘમહેર
આણંદ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લઈ જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. બોરસદ તાલુકામાં પુનઃ ભારે વરસાદ શરૂ થયો છે. વિસ્તારમાં હાલ બેહાલ બની ચુક્યા છે. તાલુકા અને જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યુ છે. આણંદમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં પણ કાળા ડિબાંગ વાદળો જામ્યા છે. જે ક્યાંક વરસી રહ્યા છે ક્યાંક વરસવાની તૈયારીઓ કરી રહ્યા હોય તેમ જણાઈ રહયુ છે.જોકે, સતત વરસતા વરસાદને લઈ વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે અને સ્થળાંતર સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જોઈએ તો આણંદમાં 14 મિમી ,પેટલાદમાં 3 મિમી, બોરસદમાં 11 મિમી, જ્યારે ખંભાતમાં 83 મિમી અને તારપુરમાં 89 મિમી વરસાદ નોંધાયો છે.જ્યારે અંકલાવ ,ઉમરેઠ અને સોજીત્રામાં વરસાદ વરસ્યો નથી. આજની વાત કરીએ તો આજે સવારે 6 થી 10 અંકલાવમાં 11 મિમી ,આણંદમાં 5 મિમી,ઉમરેઠમાં 2 મિમી,ખંભાતમાં 12 ,બોરસદમાં 24 મિમી, જ્યારે તારાપુર ,પેટલાદ અને સોજીત્રામાં વાદળછાયું વાતાવરણ નજરે ચઢી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...