તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીટીંગ:કેપ્ચા વર્કમાં છેતરપિંડી કરનારો વધુ એક ઝડપાયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 2.71 કરોડનું ચીટીંગ કર્યું હતું

આણંદ શહેરમાં સરદારગંજ વિસ્તારમાં પોતાની ઓફિસ ઊભી કરી કેપ્ચાવર્કના નામે કામ અપાવી રૂપિયા 2.71 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં આણંદ શહેર પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા વધુ એક ગાંધીનગરના આરોપી સુરેન્દ્ર ડાહ્યાલાલ બારોટની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી છે.

સમગ્ર ગુનાનો મુખ્ય સુત્રધાર જસવંત ધામેલિયાની પૂછપરછમાં ગાંધીનગરના આ શખ્સનું નામ ખૂલ્યું હતું. આણંદ શહેર પોલીસે આ આરોપી રીઢો ગુનેગાર હોય અને હજુ પણ ઓફિસના કમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક તેમજ રૂપિયા રીકવર કરવાના બાકી હોય તેની ભૂમિકા શું હતી તે બાબતને લઈને તેની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...