સ્થાનિક ભરવાડોનો ત્રાસ વધ્યો:બહારથી પશુ લઇને આવતા પાલકોને સ્થાનિક ભરવાડો માર મારતાં હોવાનો વધુ એક કિસ્સો, તારાપુરમાં પશુપાલક પર ત્રણે હુમલો કર્યો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર પોલીસે ત્રણ ભરવાડો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ભરવાડોનો ત્રાસ વધી રહ્યો છે. ઉનાળાની સિઝન દરમિયાન બહારથી માલઢોર લઇને આવતા પશુપાલકોને મારમારતાં હોવાના બનાવો બની રહ્યાં છે, જેમાં વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં તારાપુરમાં પશુપાલક પર ત્રણ શખ્સનો હુમલો કરતાં તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

શખ્સોએ ઢોર ચરાવવા બાબતે ઝઘડા કર્યો

બોટાદના ભડલા ગામે રહેતા લાખાભાઈ કમાભાઈ સરૈયા પોતાના પશુઓ સાથે છેલ્લા કેટલાક સમયથી તારાપુરના સ્ટેશન રોડ પર રાજવાપુરા જવાના રસ્તા પર સીમ વિસ્તારમાં રહેતાં હતાં. તેઓ 6ઠ્ઠી જૂનના રોજ સાંજે પોતાના ઘર પાસે હતાં તે દરમિયાન સ્થાનિક લાલા રામજી ભરવાડ, નારણ માલા ભરવાડ અને ગભા રામજી ભરવાડે ઢોર ચરાવવા બાબતે ઝઘડો કર્યો હતો.

જેમાં શખ્સોએ અપશબ્દ બોલી નિલેશ અને ગોપાલ પર લાકડીથી હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે લાખાભાઈની ફરિયાદ આધારે તારાપુર પોલીસે લાલા ભરવાડ, નારણ ભરવાડ અને ગભા ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...