કામગીરી:આણંદમાં ડેન્ગ્યૂનો વધુ અેક કેસ નોંધાતા તંત્રની દોડધામ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી

આણંદ શહેર સહિત જીલ્લામાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે.ત્યારે વરસાદી માહોલ વચ્ચે રોગચાળાને નાથવા માટે મેલેરિયા વિભાગે ધમ પછાડા શરૂ કરી દીધા છે.છતાંય શહેરના મોટી ખોડીયાર વિસ્તારમાં ડેન્ગ્યુનો વધુ એક કેસો નોંધાતા તંત્ર હરકતમાં આવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આણંદ મેલેરિયા વિભાગના મુન્નાભાઈએ જણાવ્યું હતું કે સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના કારણે વાયરલ બીમારીની સાથે ડેન્ગ્યુના કેસો પણ વધે છે.

જયારે પાંચ જેટલી ટીમોની મદદથી શહેરમાં યુદ્ધના ધોરણે રોગચાળા નાબુદી માટે ફોગીંગ મશીનથી દવા છંટકાવ સહિતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આણંદ મોટી ખોડીયાર વિસ્તારમાં એક યુવાન ઉ.વ.39નો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તામાં દવા છંટકાવ સહિત લોહીના નમુના લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...