આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના કેસ ઘટતા નગરજનોએ રાહતનો દામ લીધો છે.પણ સામે મચ્છર જન્ય રોગચાળોએ ભરડો લેવાનું શરૂ કરી દેતાં આણંદમાં ડેન્ગયુનો વધુ એક મળી આવ્યો હતો.ત્યારે મેલેરીયા વિભાગ એકાએક હરકતમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી.આમ દિન પ્રતિદીન ડેન્ગ્યુએ શહેરમાં માથું ઉચકતા નગરજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.
આણંદ મેલેરીયા વિભાગના સુત્રોએ જણાવેલ કે આણંદ શહેરમાં કસુજીની ખડકીમાં રહેતો એક યુવકનો ડેન્ગયુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આ બાબતેની આણંદ મેલેરિયા વિભાગને જાણ થતાંની સાથે ટીમો સ્થળો પર પહોંચી ગઇ હતી.ત્યારબાદ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે ફોગીંગ મશીનથી દવા છંટકાવ કામગીરીઓ હાથ ધરાઈ હતી અને મેલેરીયાનો રોગચાળો અટકાવી દેવાના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આમ દિન પ઼તિદીન ડેન્ગ્યુની બિમારીએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.