તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 176 કેસ નોંધાયા, એકનું મોત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 232 દર્દીઓએ કોરોનાને મહાતા એક્ટિવ કેસમાં ઘટાડો

આણંદ જિલ્લામાં છેલ્લા 72 કલાકમાં 576 પોઝિટીવ કેસ નોંધાયા છે.ત્યારે શનિવારે 176 પોઝિટીવ કેસ નોંધાયા છે. એક દર્દીનું મોત નિપજયું છે. જેના પગલે 6200ને પાર કેસ પહોચ્યો છે. જયારે આનંદની વાત એ છે કે શનિવારે વધુ 232 દર્દીઓ કોરોના માત આપીને ઘરે પહોંચ્યા છે. આમ જિલ્લામાં અત્યાર સુધી 5104 દર્દીઓએ કોરોનાને હરાવી ચુક્યાં છે. જ્યારે જિલ્લામાં હાલમાં એકટીવ દર્દીઓનો આંકડો 1211 પહોંચ્યો છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ નવા 176 કેસ નોધતાં જિલ્લાનું કોરોના મીટર 6231 પર પહોચી જવા પામ્યું છે. જિલ્લામાં સતત કેસ વધી રહ્યાં છે. તેમ છતાં લોકો ગંભીરતા લેતા નથી. તેમજ આજે પણ લગ્નનો ઠેર-ઠેર ધામ-ધૂમથી ઉજવાઇ છે. તેમજ ધાર્મિક તહેવારો પણ મોટી સંખ્યા ઉજવાઇ રહ્યાં છે.તેના કારણે કોરના કેસ સતત વધી રહ્યાં છે. જિલ્લામાં હાલમાં 656 દર્દીઓની હાલતસ્થિર છે.જયારે 482 દર્દીઓ ઓક્સિજન પર, 37 દર્દીઓ બીપપર અને 36 દર્દીઓ વેન્ટીલેટર પર છે

અન્ય સમાચારો પણ છે...