આણંદ નજીકના હાડગુડ ગામે રમઝાન બાદ ઈદુલ ફીત્ર ની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં ઈદના બીજા દિવસે કોમી એકતા અને એખલાસના વાતાવરણ વચ્ચે સૈયદ હઝરત પીર કમાલુદિન (૨.અ)નો વાર્ષિક ઉર્ષ અને સંદલ શરીફ ઉજવામાં આવ્યો હતો.જેમાં ક્ષત્રિય સમાજના હિન્દૂ યુવાઓએ સંદલ અને નીશાન ગાદીનું સ્વાગત કર્યું હતું.
હાલ તાજેતરમાં દેશના કેટલાંક પ્રાંતોમાં હિન્દૂ મુસ્લિમ વયમનસ્યના બનાવો વધી રહ્યા છે.ત્યારે હાડગુડ ગામે કોમી એકતાના પ્રતીક બાબાના સંદલ શરીફનું ક્ષત્રિય સમાજ અને રાજસ્થાન ની પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંરે સૈયદ સમાજના અગ્રણીઓએ ભાથીજી મંદિર પાસે હિન્દૂ ભાઈઓનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભાથીજી મંદિરના ભુવા અશોકભાઈ પરમાર તથા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર , ગોતાજી, અરવિંદભાઈ ,દશરથભાઈ તેમજ રાજસ્થાની બાબુભાઇ વાળંદ,કિરણભાઇ સહિતના અગણ્યોએ મુસ્લિમ સમાજને આવકાયો હતો.
સૈયદ સમાજના આઝમઅલી સૈયદ,મુનાફ બાપુ,સામાજિક કાર્યકર આરીફ રીયલ ,શબ્બીરઅલી,સૈયદ અલી હાજર રહી જુલુસની જનમેદની સાથે સંદલ અને નિશાન ગાદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપરાંતના લોકોએ હિન્દૂ ભાઈઓનું સન્માન કર્યું હતું. સામાજીક રાજકીય આગેવાનો એ હાજરી આપી હતી. મોડી સાંજે ઝુલુસ દરગાહ ખાતે સંપન્ન થઈ અંતે સામુહિક નિયાઝમાં સૌએ ભાગ લીધો હતો.અને કોમી એકતાની મિશાલ રજૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.