આણંદ શહેરમાં રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત આણંદ લો કોલેજ અને આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝનો વાર્ષિકોત્સવ રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારા ગુણ મેળવનાર 96 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો.નિરંજનભાઈ પટેલ પણ હાજર રહ્યાં હતાં.
આ સમારંભના મુખ્ય અતિથી ગુજરાત રાજ્ય કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને પોતાની આગવી અને વકીલની ભાષામાં ધણી બધી શીખ આપી હતી. પોતાના વિવિધ ઉદાહરણો ટાંકીને વકીલ અને વકીલાત શું છે ? તે અંગે માહિતગાર કર્યા હતાં. વકીલોએ સામાજિક ઋણ પણ અદા કરવાનું હોય છે. સમાધાન થતું હોય તો પ્રયત્ન કરવા જોઈએ. સરદાર પટેલ જયારે વકીલાત કરતા હતા ત્યારે તેમનો દબદબો શું હતો ? અને અંગ્રેજ સરકાર શું વિચારતી હતી ? એ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું હતું. ગરીબ અસીલની મદદ કરજો. વકીલની સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે પણ યોગદાન આપવું જરૂરી છે.
આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલે વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે ચિંતન-મનન કરવું જરૂરી છે. આજ કાલ સોશ્યલ મીડિયા પર વિધાર્થીઓ 3 થી 4 કલાક વેડફી રહ્યા છે, તે વેડફવા ન જોઈએ. માત્ર સોશ્યલ સીટ પર આધાર ન રાખતા પોતાની રીતે તૈયાર થવાની જરૂર છે. હવે કૌશલ્ય આધારિત નોકરીઓ માટે તક ઉભી થઇ છે. બીજા વિષયમાં પણ કાયદાનો વિષય ભણાવવો જોઈએ. યુવાનોને સજાગ થવાની જરૂર છે. આ પ્રસંગે રામકૃષ્ણ સેવા મંડળનાં માનદ મંત્રી જ્યોત્સનાબેન પટેલે મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે અંતમાં આભારવિધિ ડો. નિલેશ શાહે કરી હતી.
આ કાર્યક્રમમાં રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ હેમંતભાઈ પટેલ, માનદમંત્રી જ્યોત્સનાબહેન પટેલ, લો કોલેજના આચાર્ય ડો. અમિતકુમાર પરમાર, આર.એન. સિંગ, ડો.રેખાકુમારી સિંગ વિગેરે હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.