કામગીરી:ખનીજ ઉદ્યોગકારોના બાકી નાણાંની રકમમાં રાહત જાહેર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકી લેણા અંગેની રાહત યોજનાનો લાભ લેવા સંપર્ક કરો

રાજ્યમાં નાના ખેડૂતો, સામાન્ય નાગરિકો,રાજ્ય સરકારના કામ કરતાં ઠેકેદારો અને ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો વગેરે સામે કાયદા અને નિયમોની ઓછી જાણકારી, હિસાબોની ભૂલ અને અન્ય કારણોસર ગૌણ અને મુખ્ય ખનીજોના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કેસોમાં ખાણ ખનીજ કચેરીના બાકી લેણાં હોય છે તેમજ લીઝધારકો સમયસર રોયલ્ટી, ડેડરેન્ટ, જમીનભાડુ વગેરે લાગુ પડતા નાણાં સમયસર ભરપાઇ કરેલ ન હોય તેવા કેસોમાં વ્યાજ લાગુ પડે છે.

રાજ્યના ઉદ્યોગ ધંધાઓને કોવિડ-19ની વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીક બાદ પુરતો વેગ મળે અને અનિવાર્ય સંજોગોને કારણે જે અરજદારો બાકી લેણાનાં ભરણામાં આવી ગયા હોય તેવા લોકોને રાહત મળી રહે તેવા શુભાશયથી ગુજરાત સરકાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા તા.09-06-22ના ઠરાવથી ગૌણ ખનિજ સંબંધમાં રાહત યોજના જાહેર કરેલ છે.

રાહત યોજનાનો ઠરાવ ઉદ્યોગ અને ખાણવિભાગ અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલ જે અરજદારોને ઇસમોને આ યોજના લાગુ પડતી હોય અને તેનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા ધારકોએ લેખિત અરજી સાથે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું, આણંદ ખાતે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...