તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:આજે પડતર દિવસ-બજારોમાં ભીડ મંદિરોમાં અન્નકુટોત્સવ ઉજવાશે

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચરોતરમાં નવા વર્ષની ઉજવણી માટે ખરીદીની ચાલી રહેલી તૈયારીઓ

આણંદ જિલ્લામાં દિવાળીઉજવણી ભારે ઉત્સાહ પૂર્વક કરવામાં આવી રહી છે. ચારવર્ષબાદ દિવાળીના બીજા દિવસે પડતર દિવસ હોવાથી મંદિરોમાં આ દિવસે વિશેષ પૂજન અને મહાઅન્નકુટોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જયારે નવાવર્ષના વધમણા માટે રવિવાર બજારોમા ખરીદી માટે ભાડે ભીડ રહેવાની સંભાવના છે. શનિવારે સવાર થી બપોરના 3 વાગ્યા સુધી કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં લાંભવેલ હનુમાનજી મંદિર, આણંદ રોકડિયા હનુમાનજી મંદિર સહિત જિલ્લાના હનુમાનજી મંદિરો વિશેષ મારૂતી યજ્ઞ સહિત અન્નકુટોત્સવ ઉજવણી કરાઈ હતી. શનિવાર સાંજના સમયે દિવાળીનો પ્રારંભ થતાં વેપારીઓ દ્વારા દુકાનોમાં ચાપડા પુજન કરવામાં આવ્યું હતું.

તેમજ આણંદ સ્વામિનારાયણ મંદિર સહિતના મંદિરો દિવાળી નિમિતે ચોપડાપુજન યોજાયું હતું. મોડીરાતા સુધી અવનવા ફટાકડા ફોટીને લોકોએ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. જયારે આ વખતે પડતર દિવસ હોવાથી રવિવારે આણંદ -નડીઆદ બજારો ખુલ્લા રહેશે.નવાવર્ષની વધામણાની તૈયારી માટે ગ્રામ્ય વિસ્તારમાં લોકો મોટીસંખ્યામાં ખરીદી માટે લોકો આવશે જેના કારણે દિવસ દરમિયાન ભારે ભીડ રહેવાની સંભાવના છે.આણંદ શહેરમા આવેલા બજારો મોડીરાત્રે દિવડા અને રોશનીથી ઝગમગી ઉઠયા હતા.જયારે મોડીરાત્ર સુધી લોકોએ અવનવા ફટાકળા ફોડીને સૌએ આનંદ ઉત્સવ ્મનાવ્યો હતો. જયારે નવા વર્ષની ઉજવણી માટે ભાથીજી મંદિરોમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો