ઘરેલુ ત્રાસ:આંકલાવ પોલીસ પતિના ત્રાસની ફરિયાદ લેતી નથી, આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવમાં પરિણીતાની જાણ બહાર રીક્ષા ચાલક પતિએ પત્નીને છૂટાછેડા આપી દેવાના બનાવમાં પોલીસ કોઈ જ પ્રકારની ફરિયાદ નોંધતી ન હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ આ મામલે આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી. પીડિતા સોનલબેન સુભાષભાઈ પરમારે આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, આંકલાવના ઈન્દિરાનગરી ખાતે રહેતા તેના પતિ મહેન્દ્ર રમેશ પરમારે બાઈક લાવવા માટે તેના પર દબાણ કરતો હતો. વધુમાં ગત માર્ચમાં પટાવી-ફોસલાવી બેન્કમાંથી લોન લેવા સહી જોઈશે તેમ કહી કોરા કાગળ પર સહી કરાવી લીધા બાદ છૂટાછેડા આપી દીધા હતા. અને તેણે ગામની મમતા નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.  સમગ્ર બાબત અંગે વાત કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, તેણી આંકલાવ પોલીસ સ્ટેશને ગત 12મીથી જાય છે. પરંતુ ફરજ પર હાજર પોલીસ દ્વારા કોઈને કોઈ બ્હાના બતાવી કાઢી મૂકવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં પણ જવા દેતા નથી. પોલીસ સ્ટેશનમાં હાજર કોઈ મારી કોઈ ફરિયાદ પણ સાંભળતું નથી તેવો આક્ષેપ તેણે કર્યો હતો. જેને પગલે તેણીએ આ મામલે આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાનને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...