ખેલી ઝડપાયા:આંકલાવ શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સહિત 7 શખ્સોને જુગાર રમતા પોલીસે રંગેહાથ ઝડપ્યા

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સ્થળ તપાસ કરતાં રોકડ સહિત કુલ રૂ.10 હજાર 340નો મુદ્દામાલ મળી આવ્યો

આંકલાવ શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોરે રાજકીય વગની આડમાં જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતાં મોડી રાત્રે દરોડો પાડી સાત શખ્સોને રંગેહાથ પકડી પાડ્યાં હતાં.

આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે, આંકલાવ રંજેવાડ તલાવડી નજીક રહેતા જગદીશ ઉર્ફે ઝુમરી પુનમ ઠાકોર પોતાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક શખ્સોને ભેગા કરી હારજીતનો જુગાર રમી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી બુધવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.

અચાનક પડેલા આ દરોડાથી નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે વિસ્તારને કોર્ટન કરી સાત શખ્સોને પકડી પાડ્યાં હતાં. આ શખ્સોની પુછપરછ કરતાં તે જગદીશ ઉર્ફે ઝુમરી પુનમ ઠાકોર, સાજીદ અલીજી વ્હોરા, કીરીટ ગોવિંદ ઠાકોર, સુરેશ અંબાલાલ રાજપુત, સોમા મોતી ઠાકોર, નરસિંહ રણછોડ ઠાકોર અને શશીકાન્ત પુનમ ધોબી હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ તપાસ કરતાં રોકડ સહિત કુલ રૂ.10 હજાર 340નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંકલાવના રંજેવાડ તલાવડી વિસ્તારમાં જુગારનો અડ્ડો શરૂ કરનારો જગદીશ ઉર્ફે ઝુમરી આંકલાવ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છે અને રાજકીય વગની આડમાં જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો. હાલ આ મુદ્દો આંકલાવમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...