તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અંકિત ત્રિવેદીએ ચારૂસેટ યુનિ.માં ઓનલાઇન ગીતાના પાઠ શીખવ્યા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 651 શ્રોતાઓએ રજી. કરાવ્યું હતું

લોકપ્રિય ગુજરાતી લેખક અંકિત ત્રિવેદીએ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંદર્ભમાં જીવનમૂલ્યો સૂચવતા મેનેજમેન્ટના પાઠ શીખવ્યા વિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં ગીતા જયંતીના ઉજવણીના ભાગરૂપે તા. ૨૫ ડિસેમ્બરે ઘી જિસ્ટ ઓફ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વિષય ઓનલાઈન ઓથર ટોક નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિખ્યાત ગુજરાતી લેખક , વક્તા, કવિ, અને કટારલેખક અંકિત ત્રિવેદીએ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંદર્ભમાં ઉપસ્થિત સર્વે શ્રોતાઓને જીવનમૂલ્યો સાથે મેનેજમેન્ટના પાઠ શીખવ્યા હતા.

આ ઓનલાઇન ઇવેન્ટમાં જોડાવા માટે ૬૫૧ શ્રોતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર્સ, ફેકલ્ટી મેમ્બર્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટનું ચારૂસેટના ફેસબુક પેઝ પર લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સંસ્થાના પ્રિન્સિ. ડો. ભાસ્કર પંડયાએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો