તારાપુર તાલુકાના મહિયારી ગામે સીમ વિસ્તારમાં આવેલા વીજ કંપનીના 17 ટાવરમાંથી દોઢ લાખની 13 ટન વજનની એંગલ અજાણ્યા શખસો ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કરમસદ ખાતે રહેતા અને ઝેટકો કંપનીમાં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા વિનયકુમાર બિમલેશકુમાર દ્વિવેદીને ખંભાતના આઠ સબ સ્ટેશનના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે. વિનયકુમાર 17મીની સવારે સબ ડિવિઝનની ટીમ પેટ્રોલીંગમાં હતાં, તે દરમિયાન મહીયારી સીમમાં આવેલા ખાનપુર - મોરજ તથા ચાંગડા - મોરજ 66 કેવી વીજ ટાવર લાઈનની તપાસ કરતાં જોયું તો વીજ લાઇનના ઉભા કરેલા ટાવરમાં લગાવેલા અમુક એંગલો જણાતી નહતી, ગેપ પડી ગઈ હતી અને ટાવરમાંથી અમુક એંગલ નીકળી ગઇ હતી.
ટાવરની આસપાસ એંગલો કાઢી લેવાથી નટ બોલ્ટ ટાવરની આસપાસ છુટા છવાયા પડેલા જોવા મળ્યાં હતાં. આથી, ચોરી થઇ હોવાનું જણાતા ઝીવણટભરી તપાસ કરતાં કુલ 17 વીજ લાઇનના ટાવરોની એંગલો ઓછી થયાનું જણાયું હતું અને એંગલોના નટ બોલ્ટ જે તે વીજ લાઇનના ટાવરની નીચે છુટા છવાયા પડી રહેલા હતાં. જેથી કુલ 17 વીજ લાઇનના ટાવરની એંગલોના નટ બોલ્ટ ખોલી કોઇ અજાણ્યા ચોર ચોરી ગયાનું જણાયું હતું.
આશરે 13 ટન જેટલી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ (જીઆઈ) ધાતુની એંગલ જેની કિંમત રૂ.1.40 લાખ થવા જાય છે. આ ચોરી સંદર્ભે વિનયકુમારની ફરિયાદ આધારે તારાપુર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.